કૉંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલ બન્યો રૂપાણી નું ‘રમકડું’ તો નીતિન પટેલ માટે ‘એજન્ટ’

0
165

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારણી બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ PM મનમોહન સિંગ, પ્રિયંકા ગાંધી સહિતના સિનિયર કોંગ્રેસ નેતાઓ ગુજરાત આવ્યા હતા.જો કે ગુજરાતની ધરતી પરથી રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર ફેંકતા રાજનીતિ ગરમાઈ હતી. ગુજરાતની ધરતી ઉપર જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો ભારે મેળાવડો જામ્યો હતો, ત્યારે આ નેતાઓની હાજરીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઇ ગયો હતો. હાર્દિકના કોંગ્રેસમાં જોડાવવા ની સાથે જ ગાંધીનગરમાં CM રૂપાણી અને Dy. CM નીતિન પટેલની ખૂરશી ના પાયા ડગમગવા લાગ્યા હતા.

હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાની સાથે જ ગુજરાતમાં ભાજપને મોટુ નુકશાન જઇ શકે છે એ વાત રૂપાણી, વાઘાણી અને નીતિન પટેલ સારી રીતે જાણે છે. જેને લઇ  ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સામે આવીને જાતજાતના અને ભાતભાતના નિવેદનો આપવાની શરૂઆત કરી દીધી હતી. CM રૂપાણીએ હાર્દિકને કોંગ્રેસનું ‘રમકડું’ કહ્યું તો વળી નીતિન પટેલે હાર્દિક ને કોંગ્રેસનો એજન્ટ કહ્યો. પરંતુ હાર્દિક સામે આંગળી ઓ ચિંધનારા આ બંને નેતાઓ ભાજપ ના પપેટ નેતા છે એ વાતને ભૂલી ગયા છે?

હાર્દિક ને કોંગ્રેસનો એજન્ટ કહેનાર નીતિન પટેલ કદાચ એ વાત ભૂલી ગયા હશે કે આજે જો તેમને નાણાં ખાતું મળ્યું હોય તો તેની પાછળ હાર્દિક નો ટેકો જવાબદાર છે.જ્યારે નીતિન પટેલ  ની પાસેથી નાણા ખાતું છીનવાયું અને તેમને હાંસિયામાં ધકેલાયા ત્યારે ખુદ હાર્દિક પટેલે નીતિન પટેલ માટે સહાનુભૂતિ અને લડવાની તૈયારી દર્શાવી હતી. છતાં પણ ઉપકારનો બદલો અપકાર થી વાળવા માટેના કદાચ આ સંસ્કાર નીતિન પટેલને ભાજપ પાસેથી મળ્યા હોઈ શકે છે એવું ચર્ચાઈ રહ્યું છે

હકીકત તો એવી છે કે હાર્દિક ના કોંગ્રેસમાં જોડાવાથી કદાચ રૂપાણીની મુખ્યમંત્રીની ખુરશી ના પાયા ડગી ગયા છે આવનાર સમયમાં જે રીતે અગાઉ કોંગ્રેસ તૂટી એ રીતે હવે ભાજપ ટુટે તો પણ એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નહીં હોય. ગુજરાતીમાં કહેવત છે કે ‘ સો દિવસે સાસુના તો એક દિવસ વહુનો ‘ હાર્દિક પટેલ એક પાવરફુલ પાટીદાર નેતા છે એ બે મત છે આ ઉપરાંત તેની રાજકીય કુનેહ પણ ઘણી સારી છે. જેને લઇ આવનાર સમયમાં ભાજપના જે અસંતુષ્ટ નેતાઓ છે, તેમને કોંગ્રેસમાં જોડીને કદાચ રૂપાણી સરકાર ના કાંકરા ખેરવવા ની રણનીતિ હાર્દિક પટેલ ઘડે તો પણ નવાઈ નહિ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here