રેલ્વે પાર્સલ વિભાગમાં ખુલ્લો ભ્રષ્ટાચાર, ટૂ વ્હીલર પેકિંગના નામે પડાવાય છે 300 રૂપિયા જેટલો ચાર્જ

0
80

મો.ન્યુ.ફો.નેટવર્ક (દિખા સો લિખા) : એકબાજુ PM મોદી દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાના સ્વપ્ન જુએ છે,ત્યાં બીજી બાજુ દેશમાં રેલ્વે વિભાગમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે,જો કે અંગ્રેજ કાળ થી રેલ્વે ને પરિવહન નું મહત્વનું અંગ માનવામાં આવે છે.દેશના વિકાસમાં પરિવહન ને લઈ રેલ્વે નો ફાળો મહત્વનો છે,ત્યારે આજે ટેક્નોલોજી ના જમાનામાં પણ રેલ્વે નું યોગદાન વધી રહ્યુ છે,પણ સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે આજે રેલ્વે ના પરિવહન માટે મહત્વનો ગણાતો પાર્સલ વિભાગ ભ્રષ્ટાચાર થી ખદબદી રહ્યો છે,જેની પાછળ કદાચ રેલ્વે મંત્રીના છૂપા આશિર્વાદ હશે કે શુ એ બાબત લોકોમાં ચર્ચાસ્પદ બની છે,કારણ કે સામાન્ય વસ્તુ થી લઈ ટુ વ્હીલર ના પાર્સલ માટે જનાર ને ખુલ્લા ભ્રષ્ટા ચાર નો ભોગ બનવું પડે છે,જેમાં સ્થાનિક અધિકારીઓ ની સીધી સંડોવણી હોય છે,ત્યારે સવાલ એ ઉઠે છે કે પાર્સલ વિભાગમાં CCTV કેમેરા કેમ નથી લગાવવામાં આવતા ?

ગુજરાતમાં સુરત,અમદાવાદ અને મહેસાણામાં પાર્સલ વિભાગમાં મોટી લૂંટ ચલાવાઈ રહી હોવાની હકીકત સામે આવી છે.અમદાવાદ અને સુરત પાર્સલ વિભાગમાં વચેટીયાઓ નું જ સામ્રાજ્ય ચાલી રહ્યુ છે.સ્થાનિક અધિકારીઓ ની ભાગ બટાઇ ને કારણે લોકો ખુલ્લેઆમ લૂંટાઈ રહયા છે,પણ રેલ્વે વિભાગ ફરીયાદ સાંભળવા તૈયાર જ નથી. સુરત પાર્સલ વિભાગમાં ટૂ વ્હીલર લોડ કરવાનાં ચાર્જ કરતા બિન અધિકૃત રીતે વ્હીકલ નો પેકિંગ ચાર્જ બમણો લેવાય છે.જેમાં સ્થાનિક અધિકારીઓ ની ભાગ બટાઇ હોય છે. આ ઉપરાંત ગાડી લોડ કરવાનાં બહાને વચેટીયા 50 થી 100 રૂપિયા પડાવે છે.

માત્ર સુરત જ નહીં અમદાવાદ અને મહેસાણા મા પણ ગાડી લોડ કર્યા પહેલાં ગાડી પેકિંગ કરાવાના બહાને લોકો ને લૂંટવા માં આવે છે 300 રૂપિયા જેટલો પેકિંગ ચાર્જ વસુંલાય છે.આ ઉપરાંત જે સ્ટેશને વ્હીકલ લેવા માટે જાઓ ત્યાં પ્લેટફોર્મ પરથી વ્હીકલ પાર્સલ ઓફીસ સુધી લાવી આપવાના 50 થી100 રૂપિયા ઘણી વાર વસૂલાય છે.અમદાવાદ રેલ્વે પાર્સલ ઓફિસમાં ખાસ કરી ટૂ વ્હીલર ને પાર્સલ ઓફીસ સુધી લાવવા માટે 50 થી 100 રૂપિયા જેટલા નાણાં પડવાય છે,અને જો અધિકારી ને રજૂઆત કરીએ તો ઉદ્ધત જવાબો મળે છે.

ત્યારે સવાલ એ થાય છે કે દેશના આ સૌથી મોટા પરીવહન તંત્ર માં ચાલતો ભૃષ્ટાચાર શુ રેલ્વે મંત્રી ને નહીં દેખાતો હોય? શુ રેલ્વે વિભાગમાં ચાલતા આ ભ્રષ્ટાચાર પાછળ ક્યાંક ને ક્યાંક રેલ મંત્રી ના છૂપા આશિર્વાદ હશે ખરા? રેલ્વે માં ચાલતા આ ભ્રષ્ટાચાર ની આપવીતી જણાવવા જ્યારે રેલ્વે મંત્રી ને ફોન કરવામાં આવે છે તો કોઈ સંતોષકારક જવાબ જ નથી મળતો.એટલું જ નહીં પશ્ચિમ રેલ્વે વિભાગમાં પણ રજૂઆત સાંભળવા માટે કોઈ તૈયાર નથી, ત્યારે એ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી કે રેલ્વે વિભાગમાં ચાલતો આ ભ્રષ્ટાચાર રેલ મંત્રી અને અધિકારીઓ ની છૂપી મિલી ભગત હશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here