LRD પેપર કાંડમાં રૂપાણીની ભૂમિકા શંકાસ્પદ : CM રૂપાણી પરીક્ષા રદ કરવા ઇચ્છતા ન હતા.

0
117

★ LRD પેપર લીક મામલે CM રૂપાણી અને વિકાસ સહાય વચ્ચે હા/ના ની ચર્ચા ને કારણે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં વાર લાગી હતી.

★ CM રૂપાણી ઇચ્છતા હતાં કે અત્યારે પરીક્ષા લઈ લો પછી પાછળ થી પેપર લીક મામલે નિર્ણય લેવાશે.

★ વિકાસ સહાય જાણતા હતાં કે જો પેપર લીધાં પછી પણ લીક થવાની ઘટના બહાર આવશે તો બદનામી નું ઠીકરૂ બોર્ડ ના ડાયરેક્ટર પર જ સરકાર ફોડશે.એટ્લે CM રૂપાણી ના પરીક્ષા રદ નહીં કરવાનાં આગ્રહ છતાં પણ જામ્બાજ અધિકારી વિકાસ સહાયે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લઈ 9 લાખ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ક્રૂર મજાક થતાં અટકાવી.

★ LRD પરીક્ષાનું પેપર લીક થયુ ત્યાર પછી વિકાય સહાય જો ચુપ રહ્યા હોત તો પરીક્ષા લેવાઈ ગઈ હોત, જેમને પૈસા આપી પેપર લીધા હતા તેઓ પાસ થઈ જતા અને જેમણે મહેનત કરી છે તેવા યુવાનોને અન્યાય થયો હોત.પણ વિકાસ સહાય જેવા પ્રામાણિક અધિકારી ના પ્રામાણિક નિર્ણય થી 9 લાખ જેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો અટકી શક્યો.

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : LRD પેપર લીક કૌભાંડમાં વધુ એક સનસનાટી  ભર્યો ખુલાસો થયો છે.ગુજરાતની ઍક અગ્રણી ન્યુઝ વેબસાઈટ દ્રારા પ્રસિધ્ધ કરાયેલા અહેવાલ મુજબ પરીક્ષા બોર્ડના ડાયરેક્ટર વિકાસ સહાયે પેપર લીક ની જાણ થતા જ તેમણે CM રૂપાણી નો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ અંગે જાણ કરી હતી.

ત્યારે આ સંદર્ભે CM રૂપાણીએ પરીક્ષા રદ્દ કરવાના બદલે પરીક્ષા લેવા માટેની સુચના આપી હતી. પરંતુ વિકાસ સહાય પરીક્ષા રદ્દ કરવાનો કઠોર નિર્ણય કર્યો હતો. આમ પરીક્ષા રદ્દ કરવાના મામલે રૂપાણી તૈયાર ન હતા.જેને લઇ ને CM રૂપાણી પેપર લીક છતાં પણ પરીક્ષા લેવા ના આગ્રહ મુદ્દે અનેક સવાલો પેદા થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેપર લીક કાંડ મુદ્દે અનેક ભાજ્પ ના નેતાઓના નામ બહાર આવ્યાં છે.એટ્લે શંકા ની સોય તો છેક સચિવાલય ના દરવાજા સુધી જાય છે.એટલું જ નહીં પેપર ફૂટવા ની ઘટના CM રૂપાણી ના બાંગલા પાસે જ બની છે.તો શુ રૂપાણી પેપર ફૂટવા છતા પરીક્ષા ચાલુ રખાવી અગાઉ TAT ની પરીક્ષા ની જેમ ઘટના પર પડદો પાડી દેવા માગતા હતાં કે પછી શુ રૂપાણી ને અગાઉ થી જ પેપર કાંડ માં ભાજ્પ ના નેતાઓ ની સંડોવણી ની ગંધ આવી ગઇ હતી?

અગાઉ પણ TAT ની પરીક્ષા નું પેપર ફૂટી જતા પરીક્ષા લીધાં પછી કેન્સલ કરાઈ હતી પણ પેપર ફોડનારાઓ ની તપાસ નું સરકાર ના ઈશારે કોકડું વાળી દેવાયું હતુ. છેવટે એમાંનો જ ઍક સૂત્રધાર આ LRD પેપર કાંડ માં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવતાં રૂપાણી સરકાર ની ભૂમિકા વધારે શંકાસ્પદ બની છે.

અહેવાલો મુજબ,આ કેસમાં મંગળવારે સવારથી સાંજ સુધીમાં ગાંધીનગર SP મયૂર ચાવડાને CMO માંથી ત્રણ વાર તેડું આવ્યું હતું. મીડિયાને પણ ઉપરથી થતા આદેશ મુજબ જરૂરિયાત પૂરતી જ માહિતી એક જ જેવા શબ્દોમાં અપાય છે. સ્થાનિક અધિકારીઓને પણ સમગ્ર ઓપરેશનમાં પોતાની જવાબદારી સિવાયની કોઈ માહિતી હોતી નથી અને જો હોય તો પણ અધિકારીઓ કહેતા ડરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here