હાર્દીક પટેલે અલ્પેશને અનામત આંદોલનનો નવો ચહેરો કોના ઈશારે જાહેર કર્યો? રાજકીય પક્ષ કે પાટીદાર ધાર્મિક સંસ્થાઓ?

0
830

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક (સુના સો ચુના) : અલ્પેશ કથીરિયા ની જેલમુક્તિ બાદ હાર્દિક પટેલે એક મહત્વની ચોંકાવનારી જાહેરાત કરીને સૌને અચંબામાં મૂકી દીધા હતા. તેણે પાટીદાર અનામત આંદોલનના ચહેરા તરીકે અલ્પેશ કથીરિયાને જાહેર કરતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા. ત્યારે બીજી બાજુ પાસ ના હાલના નેતાઓ અને પૂર્વ નેતાઓએ હાર્દિકના આ નિર્ણયને આવકાર્યો હતો અને હવે આંદોલન વધુ વેગ પકડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તો બીજીબાજુ ટીવી અહેવાલો મુજબ પાસ ના નવા ચહેરા અલ્પેશ કથીરિયા ને કેટલાક ઉદ્યોગપતિઓ એ પણ આવકાર્યો હતો. ત્યારે હાર્દિકની આ જાહેરાતને લઇ રાજકીય વિશ્લેષકો સહિતના અચંબામાં પડી ગયા છે કે શું હાર્દિકની આ જાહેરાત પાછળ કોઈ રાજકીય પક્ષ ની ભૂમિકા છે કે પછી પાટીદારોના ધાર્મિક સંગઠનો ની ભૂમિકા છે. તે લઈને અનેક તર્ક-વિતર્ક જાગ્યા છે. જોકે આ જાહેરાતથી હાર્દિક પટેલ કેટલો ખુશ છે એ તો સમય આવે જ ખબર પડશે.

આંદોલનની શરૂઆત જ બતાવે છે કે હાર્દિક શરૂઆતથી જ મહત્વકાંક્ષી હતો. બીજા કરતા કંઈક અલગ કરવાની તેની વૃત્તિ હતી, ત્યારે પાટીદાર આંદોલન એ ભાજપના દિગજજ નેતા ના ઈશારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવવા માટે હોવાનું પણ મીડિયા અહેવાલોમાં પ્રગટ થઈ ચૂક્યું છે. ત્યારે હવે આગામી સમયમાં પણ હાર્દિક ની ભૂમિકા ચોક્કસ શું છે તે સ્પષ્ટ થઇ જશે.

પણ હાર્દિકે આ જાહેરાત કરીને કદાચ એક કાંકરે 3 પક્ષી માર્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. આ જાહેરાતથી તેણે સમાજને અનામત અપાવવાની જવાબદારી અલ્પેશ ને આપીને તે છટકબારીમાંથી નીકળી રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ આગામી 2019માં હાર્દિક રાજનીતિમાં સક્રિય થાય એવા પણ સંકેતો મળી રહ્યા છે. કારણકે હાર્દિક એક રાષ્ટ્રીય નેતાના રૂપમાં ઊભરી રહ્યો છે. અનેક રાજકીય અને રાષ્ટ્રીય નેતાઓના સંપર્કમાં છે ત્યારે આવનાર સમયમાં કદાચ હાર્દિક એકવાર પુનઃ પરોક્ષ રીતે ભાજપનું મોહરુ બને તો પણ નવાઈ નહીં.કારણ કે અગાઉ પણ મીડિયામાં એવા અહેવાલો પ્રગટ થયા હતા કે હાર્દિક પરોક્ષ રીતે ભાજપને મદદ કરશે. જો કે હાલ તો હાર્દિક ભાજપની નીતિઓની વિરુદ્ધ હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ જસદણમાં જ્યારે તેણે કુવરજી બાવરીયા ની વિરુદ્ધ પ્રચાર કરવાનું માંડી વાળ્યું છે. ત્યારે એ વાતને લઈને પણ અનેક શંકા-કુશંકાઓ જનની છે.

તો વળી એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે જ્યારે હાર્દિક એ ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે તેને એમ હતું કે તેનું આંદોલન અન્ના હજારે જેવું સાબિત થશે, પણ રાજકીય તાકાત ની સામે ક્યાંક ને ક્યાંક તેનું આંદોલન માત્ર કોંગ્રેસ પ્રેરિત હોવાનું ઉભરી આવ્યું હતું. જેને લઇને હાર્દિક કોંગ્રેસના ઈશારે કામ કરી રહ્યો છે તેવી એક છાપ ઊભી થઈ હતી. હવે આંદોલન ની જવાબદારી તેને અલ્પેશ ને સોંપીને પોતાની છાપ ભૂસવા નો અને તેને કોઈ હોદ્દા ની લાલચ નથી એવું બતાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here