CM રૂપાણી અને PM મોદી ના કારણે દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ ઇ-ટેબ્લેટ થી વંચિત, જાણો હકીકત

0
82

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ પણ ડિજિટલ બની શકે અને ડિજિટલ શિક્ષણ લઇ શકે તે માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં ટેબલેટ આપવાની સ્કીમ શરૂ કરાઇ હતી. જેમાં ખૂબ જ મોંઘા ટેબલેટ વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયા જેટલી નજીવી રકમ એ આપવાની યોજના સરકાર દ્વારા શરૂ કરાઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં કેટલીક કોલેજોમાં પ્રથમ વર્ષ વિદ્યાર્થીઓનું પૂરું થવા છતાં પણ હજુ સુધી તેમને તંત્રના વાંકે ટેબલેટ મળ્યા નથી, જેથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ અસંતોષ ની લાગણી છે.

દક્ષિણ ગુજરાતમાં કેટલીક કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી વર્ષની શરૂઆતમાં જ 1000 રૂપિયા ટેબલેટ માટે ઉઘરાવવામાં આવ્યા હતા. પરંતુ રૂપાણી સરકારની આયોજન વગરની નીતિને કારણે વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની યોજના વિદ્યાર્થીઓ માટે બિન ઉપયોગી પુરવાર થઈ રહી છે,કારણ કે વર્ષ પૂરું થવા આવ્યું છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાત VNSGU યુનિવર્સિટી માં 15 મી માર્ચના રોજ કોલેજોને ટેબલેટ વિતરણ માટે પ્રતિનિધિને બોલાવ્યા હતા, પરંતુ સત્તાધિશો ને પાછળ થી જ્ઞાન થયુ કે હાલમાં આચાર સંહિતા છે, ત્યારે આ ટેબલેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો ફોટો હોવાથી ટેબલેટનું વિતરણ થઇ શકે નહિ.તેથી કોલેજના પ્રતિનિધિઓએ નિરાશ થઈને ખાલી હાથે પાછા ફરવું પડ્યું એવું એક કોલેજમાંથી જાણવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની બરફીવાલા કોલેજમાં છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ કોલેજ પ્રશાસન પાસે ટેબલેટ ની માગણી કરી રહ્યા છે, પરંતુ કોલેજ પાસે જ ટેબલેટ ન આવ્યા હોવાથી વિદ્યાર્થીઓને કેવી રીતે વિતરણ કરી શકાય? ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા કોલેજના કર્મચારી પાસેથી જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી 1000 રૂપિયા લેખે રકમ ઉઘરાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને ટેબલેટ મળી શક્યા નથી. ત્યારે હવે આચાર સંહિતાના ભાગરૂપે હાલમાં ટેબ્લેટનું વિતરણ થઇ શકે તેમ નથી તેથી વિદ્યાર્થીઓએ ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી ટેબલેટ માટે રાહ જોવી પડે તો નવાઇ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here