દિલ્હી દરબારમાં વાઘાણીને મૂકી CM રૂપાણી કાફલો લઇ ચાલી નીકળ્યા, વાઘાણીને આવ્યો ગુસ્સો પછી….?

0
553

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : લોકસભા ની ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારોની નિયુક્તિ મામલે દિલ્હી માં ભાજ્પ-કૉંગ્રેસમાં બેઠકો નો ધમ ધમાટ શરૂ થયો છે,ત્યારે ભાજ્પ કૉંગ્રેસના ગુજરાતના નેતાઓએ પણ દિલ્હી સુધી દોટ મુકવી પડી છે. કૉંગ્રેસના ચાવડા-ધાનાણી તો ભાજપનાં રૂપાણી-વાઘાણીએ દિલ્હી ની દોડ વારંવાર કરવી પડી રહી છે,ત્યારે તાજેતરમાં વાઘાણી અને રૂપાણી વચ્ચે સંકલન ના અભાવની ઘટનાનું એકવાર દિલ્હીમાં પણ પુનરાવર્તન થયુ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતુ.

સૂત્રો પાસેથી જાણવા મળેલી માહીતી મુજબ, રૂપાણી અને વાઘાણી દિલ્હી ગુજરાત ભવન ખાતે હતાં,ત્યારે CM રૂપાણી પોતાના કાફલા સાથે ગુજરાત ભવન ખાતેથી નીકળ્યા ત્યારે થોડીક વાર બાદ વાઘાણી આવ્યાં અને મીડિયા સામે બાઈટ આપવા લાગ્યા.ત્યારબાદ જોયું તો કોઈ ગાડી હતી નહીં,કારણ કે રૂપાણી વાઘાણી ની રાહ જોયા વિના જ નીકળી ગયા હતા. જેથી થોડીવાર માટે તો વાઘાણી લાલ-પીળા થઈ ગયા હતા. છેવટે તેમણે પ્રાઇવેટ ટેક્સીમાં જવું પડયું હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળ્યું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ ના પણ કેટલાંક નેતાઓનાં પણ તે સમયે દિલ્હીમાં ધામા હતાં.જો કે આ ઘટના કદાચ જોગાનુંજોગ પણ હોઇ શકે છે.

ઘણી વાર જેવું જોઈએ એવું હોતું નથી છતા પણ જોનાર દરેક ની વિચાર ધારા અને વિચાર શૈલી જુદી જુદી હોય એ સ્વાભાવિક છે. ગુજરાત ભાજપમાં રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે ચકમક થવાના કિસ્સા જગ જાહેર છે,તો રૂપાણી અને વાઘણી વચ્ચે પણ અસ્વીકાર્ય તાલમેલ નો અભાવ હોવાના સમાચારો પણ કઈ નવા નથી. ખેર જે હોય તે પણ હાલ તો ગુજરાત ભાજપનું માત્ર ઍક જ લક્ષ છે અને એ છે 26 બેઠકો પર 2014 ની જીત નું પુનરાવર્તન કરવું.કોને કેટલી સફળતા મળશે એ તો આવનાર સમય જ બતાવશે !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here