BJP પાટીદાર નેતા રેશ્મા પટેલનું સૌથી મોટુ નિવેદન, ‘ આત્મવિશ્વાસની નહીં પણ અભિમાનની હાર’

0
122

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : તાજેતરમાં આવેલા પાંચ રાજ્યોના પરિણામોને લઇને ગુજરાત ભાજપના એક પણ નેતાએ મીડિયા સામે આવીને કોઈ સ્ટેટમેન્ટ આપવાની હિંમત કરી નથી ત્યારે ગુજરાત ભાજપના મહિલા પાટીદાર નેતા રેશ્મા પટેલ ભાજપની હાર ને લઈને મોર્નિંગ ન્યુઝ ફોક્સ ને ઍક મહત્વનું નિવેદન આપ્યું હતું કે, ભાજપની હાર એ આત્મવિશ્વાસ ની હાર નથી પરંતુ અભિમાન ની હાર છે. રેશમા પટેલ ના નિવેદન પરથી એવું સ્પષ્ટ માની શકાય કે ભાજપના નેતાઓ આજદિન સુધી ક્યાંક ને ક્યાંક સત્તાના નશામાં ચૂર બનીને જનતાની વેદનાને અને જનતાને આપેલા વચનો ને ભૂલી ગયા હતા જેનું પરિણામ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી ગયું છે.

આ ઉપરાંત રેસમાં પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર ક્યાંકને ક્યાંક જનતાને આપેલા વચનો નિભાવી શકી નથી જેનો મારો ખુદ નો અનુભવ છે. એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અનામત આંદોલનને લઈને ગુજરાતમાં ભાજપ સરકારે જે વચનો આપ્યા હતા તે પણ પૂર્ણ કર્યા નથી. એમાં ખાસ કરીને શહીદોના પરિવારને નોકરી આપવાનું વચન ગુજરાતની ભાજપ સરકાર હજુ સુધી પૂર્ણ કરી નથી.

તો બીજી બાજુ તેમને જણાવ્યું હતું કે અનામતને લઈને ભાજપ શાસિત જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી સ્ટ્રેટેજી દેખાઈ રહી છે. જો સરકાર ભાજપની હોય, રાજ્યમાં અને કેન્દ્રમાં તો પછી અનામતને લઈને જુદી-જુદી નીતિ શા માટે? આમ રેશ્મા પટેલે એક વાર પુનઃ અનામતને લઈને સરકાર સામે પ્રશ્ન કર્યો છે ? મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવામાં આવી છે તો પછી ગુજરાતમાં ભાજપ સરકાર શા માટે પાટીદારોને અનામત આપી શકતી નથી? આ માત્ર વોટબેંકની રાજનીતિ માં મશગુલ હોવાને કારણે આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.

તેમણે વધુમાં દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ જીતી એ વાતની મને ખુશી નથી પરંતુ મને સૌથી મોટું દુઃખ એ વાતનું છે કે જે પક્ષ લોકોના વિશ્વાસ સાથે ખરો નથી ઉતરી શક્યો એવા પક્ષ સાથે અમે જોડાયેલા છીએ એ વાતનું અમને સૌથી મોટું દુઃખ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here