2019ક્રિકેટ વર્લ્ડકપ માં ભારત-પાક. વચ્ચે રમાનારી મેચ ને લઇ સર્જાયો વિવાદ, હરભજને કર્યો વિરોધ

0
34

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 30 મેથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડકપને લઈને વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે કે કેમ એ અંગે થઈ રહેલી અટકળો વચ્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે કહ્યું કે, ” 30 મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપના કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે નહીં “.

તો બીજી બાજુ પુલવામા થયેલ આતંકવાદી હુમલાના ધ્યાનમાં રાખીને ક્રિકેટર હરભજન સિંહે કહ્યું હતું કે, ભારતને 16 જૂનના રોજ માન્ચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ ન રમવું જોઈએ.પણ બીજી બાજુ રિચર્ડસને કહ્યું કે, ‘આ ઘટનાથી પ્રભાવિત લોકોની સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે અમારા સભ્યોની સાથે સ્થિતિ પર નજર રાખીશું. એવા કોઈ સંકેત નથી કે, ICC પુરુષ વર્લ્ડ કપની કોઈ મેચ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર નહીં થાય.”

વધુમાં તેણે જણાવ્યું કે, ‘રમત ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડવાની કમાલની ક્ષમતા છે અને અમે આ જ આધાર પર અમારા સભ્યો સાથે કામ કરીશું.’ તેમણે કહ્યું કે, ‘ભારતે 1999 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી હતી, જ્યારે કારગિલ યુદ્ધ ચરમ સીમા પર હતું.’ હરભજને સોમવારે કહ્યું કે, જો ભારત પાકિસ્તાન વિરુદ્ધ 16 જૂને માન્ચેસ્ટરમાં રમાનારી મેચ ગુમાવી દે તો પણ એટલું મજબૂત છે કે, વર્લ્ડ કપ જીતી શકે છે.

હર ભજને કહ્યું હતું કે, ‘આ કપરો સમય છે. હુમલો થયો છે. આ વિશ્વસનીય છે અને ખૂબ જ ખોટું છે. સરકાર જરૂર આકરી કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો મને નથી લાગતું કે, તેમની સાથે કોઈપણ સંબંધ રાખવો જોઈએ નહીંતર આવું ચાલતું રહેશે. આપણે દેશ સાથે ઊભું રહેવું જોઈએ. ક્રિકેટ કે હૉકી કે કોઈપણ રમતમાં આપણે તેમની સાથે ન રમવું જોઈએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here