શુ Dy. CM નીતિન પટેલનું રાજકીય એનકાઉન્ટર કરવામાં CM રૂપાણી જૂથ સફળ થશે ખરૂ ?

0
204

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક (સુના સો ચુના) : છેલ્લાં ઘણા સમયથી CM રૂપાણી અને Dy. CM નીતીન પટેલ વચ્ચે મતભેદો ચાલી રહયા છે.જે હવે ચરમ સીમાએ પહોચી ગયા હોય ઍમ લાગે છે.સાથે સાથે એ પણ જગ જાહેર થઈ ગયુ છે કે આવનાર સમયમાં નીતિન પટેલની રાજકીય હાલત અડવાણી જેવી થઈ જાય તો નવાઈ નહીં.કારણ કારણ કે હવે નીતિન પટેલ ને ખુલ્લે આમ કટ ટુ સાઈઝ કરાઈ રહ્યાં છે.ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં નીતિન પટેલને કોઈ પણ સીટ પરથી ચૂંટણી લડાવવામાં આવે તો યા તો નીતિન ભાઇ માત્ર ઍક અડવાણી ની જેમ સાંસદ બની રહે યા જો હારી જાય તો રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ લાગી શકે છે.

તાજેતરમાં  અમદાવાદની સરદાર પટેલ હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં નીતીન પટેલનું નામ નહીં છાપી પાટીદાર નેતા નીતિન પટેલ નું અપમાન કરવાની હિંમત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે AMC કમિશ્નર ના કરી શકે ,પણ આ કૃત્ય કદાચ CMO ના ઈશારે જ થયુ હોય એ સ્વાભાવિક છે.આમ આવા અનેક અપમાન ના ઘૂંટડા પી ને પણ ભાજ્પ ને વફાદાર રહેનાર પટેલ ને લઇ આવનાર સમયમાં રાજનીતિમાં ભૂકંપ સર્જાય તો નવાઈ નહીં.

જો કે નીતિન પટેલ નું અપમાન કાલે મોદી ની હાજરીમાં થયુ હતુ. કારણ કે ટ્રેડ શો નું ઉદ્ઘાટન કરવા હરખ પદૂડા પાણી વગરના રૂપાણી નીતિન પટેલને એકલા મુકી ને મોદી સાથે ચાલી નીકળતા નીતિન પટેલ એકલા પડી ગયા હતા. જો કે મોદી કદાચ સારી રીતે જાણતા હશે કે રૂપાણી ના નેતૃત્વમાં ગુજરાતની 26 લોકસભા સીટો જીતવી મુશ્કેલ છે.એમાંય આ રીતે પાટીદાર નેતા નીતિન પટેલ ની થઇ રહેલી અવગણના ને લઇ પાટીદારો માં રોષ ભભૂકી રહ્યો છે.જેની અસર આગામી લોકસભાની ચૂંટણીઓમાં થઈ શકે છે.

બીજી બાજુ એવી ચર્ચા જોર શોર થી ચાલી રહી છે કે નીતિન પટેલને મહેસાણા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી શકે છે કારણ કે અહિ ભાજ્પ નું જીતવું મુશ્કેલ છે,એટ્લે જો નીતિન પટેલ હારી જાય તો નીતિન પટેલ ના વિરોધી જૂથ માટે ‘ સાપ ભી મરે ઔર લાઠી ભી ના તૂટે’ જેવી કહેવત યથાર્થ થાય.પણ બીજી બાજુ નીતિન ભાઇ પણ મોદી ની જેમ પાક્કા મહેસાણી છે.મહેસાણા નું વર્ચસ્વ ગુજરાતના રાજકારણમાં મોખરે રહ્યુ છે.એટ્લે મહેસાણામાં જો નીતિન પટેલને લોકસભા લડાવવામાં આવશે તો આ વખતે પાટીદારો ઍક જૂથ થઈ નીતિન પટેલ ને જીતાડશે એવી પણ ચર્ચા ચાલી રહી છે.

આમ અમિત શાહ અને રૂપાણી જૂથ દ્રારા ક્યાંકને ક્યાંક નીતિન પટેલની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર હોય ઍમ ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે એ પણ હકીકત છે કે નરેન્દ્ર મોદી પણ કદાચ CM રૂપાણી ની કામગીરી થી ખુશ નથી અને એટલાં માટે જ કાલે હોસ્પિટલ ના ઉદ્ઘાટન બાદ જાહેર સભામાં હોસ્પિટલના નિર્માણ નો યશ AMC ને આપ્યો હતો.જો કે આનંદીબેન ને CM પદ પરથી હટાવવા ના ષડયંત્ર બાદ અમિત શાહ ગ્રુપનું ગુજરાતમાં વધતું જતું વર્ચસ્વ કેટલું સફળ રહ્યુ છે અને રહેશે એ તો આવનાર સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here