શુ ભાજ્પ પાટણ લોકસભા બેઠક પરથી ડો.જય નારાયણ વ્યાસ ને લડાવી શકે છે ચૂંટણી ?

0
173

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક(સુના સો ચુના) : 2019 લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે ખાનગી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. કયા વિસ્તારમાં કયા ઉમેદવારને ચૂંટણી લડવાથી જીત મળી શકે છે એ જો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલ છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ભાજપ અને કોંગ્રેસમાં માટે કયા ઉમેદવાર ને મુકવા એ મોટો સવાલ છે કારણકે ભાજપમાં પણ આ બેઠક માટે અનેક દાવેદારો છે તો કોંગ્રેસમાં પણ આ બેઠક માટે જૂના જોગીઓ સક્રિય થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

ત્યારે હાલમાં પાટણમાં અને સિદ્ધપુરમાં કોંગ્રેસના ધારાસભ્યો છે જેને પરિણામે સિદ્ધપુર નો વિકાસ સદંતર અટકી ગયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સિદ્ધપુર ના વિકાસ પુરુષ ગણાતા જય નારાયણ વ્યાસ ને પુનઃ લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી લડાવવામાં આવે એવી આમ જનતા દ્વારા માંગ કરાઈ રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ આ બેઠક પર કોને પસંદગી આપે છે.

સિદ્ધપુર ના વિકાસમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા વિદ્વાન ગણાતા ડૉ. જય નારાયણ વ્યાસ નો સિંહ ફાળો રહ્યો છે કારણ કે આ સમયમાં સિદ્ધપુર તેમજ આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોનો હરણફાળ વિકાસ થયો હતો.સિદ્ધપુર માં બિંદુ સરોવર, અન્ડર બ્રિજ,ઓવર બ્રિજ,કેન્સર હોસ્પિટલ, અદ્યતન લાયબ્રેરી સહિત અનેક વિકાસના કાર્યો થયા છે.પરિણામે આ વિસ્તારની જનતામાં એક નવી આશાનું કિરણ હતું. પરંતુ સીમાંકન બાદ યોજાયેલી 2017ની ચૂંટણીમાં જય નારાયણ વ્યાસ આ ચૂંટણી હારી ગયા હતા અને કોંગ્રેસ ના ધારાસભ્ય એ આ સીટ પર જીત મેળવતા એકવાર પુનઃ સિદ્ધપુર નો વિકાસ રૂંધાયો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here