રૂપાણી સરકારે તત્કાલીન મુખ્યમંત્રી મોદી ના અનેક રેકર્ડ તોડ્યા, PM મોદી છે નારાજ? જાણો હકીકત

0
689

મોર્નિંગ ન્યુઝ ફોક્સ(દિખા સો લિખા) : ગુજરાતમાંથી મોદીના દિલ્હી ગમન બાદ રૂપાણી સરકાર ગુજરાતમાં મોદી એ બનાવેલ અનેક રેકર્ડ તોડી કુખ્યાત બની છે.મોદી ના મોડેલ સ્ટેટ ગુજરાતને બદનામ કરવામાં રૂપાણી સરકારે કોઈ કસર છોડી નથી. રૂપાણી ના શાસનમાં ગુજરાતમાં જેટલા આંદોલનો થયાં એટલાં કદાચ ગુજરાતની સ્થાપના થી લઇ આજ દિન સુધી પહેલી વાર રૂપાણી સરકારમાં થયાં હશે.પ્રજામાં રૂપાણી સરકાર સામે ભારોભાર રોષ છે.પણ માત્ર નરેન્દ્ર મોદી ના નામે જ રૂપાણી સરકાર બચી રહી છે.

2017 ના ઇલેક્શન માં રૂપાણી સરકાર બે આંકડામાં આવી અને પહેલો જ તત્કાલીન CM મોદી નો રેકર્ડ તોડી નાખ્યો.બીજુ ગુજરાત જે શાંતિ માટે દુનિયાભરમાં પ્રખ્યાત બન્યુ હતુ એ ગુજરાત ની જનતા ની નાડ પારખવા માં નિષ્ફળ નીવડેલ રૂપાણી ના શાસનમાં ગુજરાતને આંદોલનો અને હિંસા માટે કુખ્યાત બનાવવાનો શ્રેય પણ રૂપાણી ના ફાળે જાય છે.

એટલુંજ નહીં લોકશાહી ને ખતમ કરવા વિપક્ષ ના ધારા સભ્યો તોડવાનો રેકર્ડ પણ શ્રીમાન રૂપાણી સરકારના ફાળે જાય છે.2012 સુધી નરેન્દ્ર મોદી ના શાસનમાં 16 જેટલા કૉંગ્રેસ ના નેતાઓ સ્વેચ્છા એ મોદી ની કામગીરી થી પ્રભાવિત થઈ ને ભાજપમાં ભળ્યા હતાં,જ્યારે રૂપાણી સરકારે 19 જેટલા કૉંગ્રેસના નેતાઓ અને ધારા સભ્યો ને સત્તા ના જોરે ડરાવી, ધમકાવી કે મંત્રી બનવાની લાલચૉ આપી ભાજપનો ભગવો ધારણ કરાવડાવ્યો હોવાનો આરોપ ખુદ કૉંગ્રેસે મુક્યો છે.

2014 સુધી જયાં સુધી ગુજરાતમાં નરેન્દ્રભાઇ વડા પ્રધાન હતા ત્યાં સુધી ગુજરાતના મંત્રી મંડળ માં 21 જેટલા મંત્રીઓ હતાં.ત્યારબાદ રૂપાણી સરકારે શરૂ કરેલ ખરીદ વેચાણ સંઘ માં કૉંગ્રેસ ના કેટલાંક ધારા સભ્યો ને મંત્રી બનાવવા ની લાલચ આપી ને પણ ભાજપમાં ભેળવી દેવાયા.અને તાજેતર માં મંત્રી મંડળ નું વિસ્તરણ કરી 24 મંત્રીઓ નું જમ્બો મંત્રી મંડળ બનાવી નરેન્દ્ર મોદી નો વધું ઍક રેકર્ડ તોડી દીધો છે.અત્રે ઉલ્લેખનીય છે કે જમ્બો મંત્રી મંડળ એ રૂપાણી સરકારની અસ્થિરતા ની નિશાની છે.2002માં નરેન્દ્ર મોદીનાં મંત્રી મંડળમાં17, 2007 માં 19, 2012 માં 21અને 2019 રૂપાણી શાસનમાં 24 મંત્રીઓ નો સમાવેશ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેમ જેમ સરકારની અસ્થિરતાં અને અસંતોષ વધે તેમ તેમ નવા મંત્રીઓ ઉમેરવા પડે છે. રૂપાણીએ 2018માં સરકાર બનાવ્યા પછી બે વખત મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. માત્ર એક વર્ષના ટુંકા ગાળામાં બે વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે અને 24 મંત્રીઓ રાખવા પડે એ સરકારની અસ્થિરતાંની નિશાની છે. હાલમાં રૂપાણી સરકાર એવી પરિસ્થિતીમાં આવી છે કે મંત્રીઓ વધુ છે અને ખાતાઓ ઓછા પડી રહ્યા છે.કૉંગ્રેસના આયાતી નેતાઓ ને સીધા મંત્રી બનાવતા આગામી સમયમાં 12 માર્ચ પછી લોકસભા પહેલા ભાજપમાં મોટો ભડકો થાય તો નવાઈ નહીં.!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here