રૂપાણી સરકારે જસદણ ચૂંટણી પહેલા વીજ બિલ માફી અંગે કરેલી જાહેરાતને લઇ કેબિનેટ મંત્રી બાવળીયા નો સૌથી મોટો ખુલાસો

0
268

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : જસદણ ની પેટા ચૂંટણી પૂર્વે રાજય સરકાર દ્રારા એવી જાહેરાત કરાઈ હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં 6 લાખ 22 હજાર બંધ પડેલ વીજ કનેક્શનોના 650 કરોડ રૂપિયાના વિજબિલ માફ કરી 500 રૂપિયા ભરીને તેનુ વીજ કનેક્શન ચાલુ કરી આપવામાં આવશે.પણ હજુ સુધી આ જાહેરાત અમલિય ન બની હોવાનો આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો ત્યારે આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ મોર્નિંગ ન્યુઝ ફોક્સ ને જણાવ્યું હતુ કે ટૂંક સમયમાં આ નિર્ણય અમલિય બનાવી દેવાશે.

મોર્નિંગ ન્યુઝ ફોક્સ સાથેની વાતચીત માં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ જણાવ્યું હતુ કે સરકાર દ્રારા જે નિર્ણય જાહેર કરાયો હતો એને નાણાં વિભાગની મંજૂરી મળી ગઇ છે એટ્લે હવે આ અઠવાડિયા માં વિજબિલ માફી ના પરિપત્ર થઇ જશે અને તે અમલિય પણ બની જશે.આમ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ હાર્દિક પટેલ ના વીજ બિલ માફી વાળા મુદ્દાનો ખુલાસો કર્યો હતો.જેને લઇ હવે આવનાર ટૂંક સમયમાં આ નિર્ણય અમલિય બની જશે.

આ અંગે નીતિન પટેલ નો ટેલીફોન પર સંપર્ક કરી વીજ બિલ માફી અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે બધુ જ ધ્યાનમાં છે.કરીશું બધુ જ ધ્યાનમાં છે. આમ નીતિનભાઇ દ્રારા પણ પરોક્ષ રીતે આ વાત ને સમર્થન આપવામા આવ્યુ હતુ.ત્યારે હવે જોવું એ રહ્યુ કે સરકાર ક્યારે પોતાના વચનો ઉપર ખરી ઊતરે છે ? અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ એ જસદણની પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે છેલ્લે છેલ્લે આ માસ્ટર સ્ટ્રોક માર્યો હતો જેને લઇને ચૂંટણીપંચે ગુજરાત સરકારને નોટિસ પણ ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here