ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણાં દિવસથી શરદી-ખાંસીની તકલીફ હોવાથી ફેમિલી ડૉક્ટરે તેમને પાંચ દિવસની દવા આપી હતી. જો કે આમ છતાં તબિયત વધુ લથડતા તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.