મહેસાણા દૂધસાગર ડેરીની દૂધ મંડળીઓ દ્રારા થતા છૂટક દૂધ વેચાણમાં ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ

0
48

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક, મહેસાણા : દૂધસાગર ડેરી મહેસાણા એ  મહેસાણાની એક આગવી ઓળખ છે. આ દૂધ સાગર ડેરીની આશરે 1300 જેટલી દૂધ મંડળીઓ છે. ત્યારે આ દૂધ સાગર ડેરી ની પ્રોડક્ટ એ પણ એટલી જ વિશ્વાસપાત્ર ગણાય છે. જોકે દૂધ સાગર ડેરીએ અમુલ સાથે મર્જ કર્યું છે. તો બીજી બાજુ દૂધ મંડળીઓમાંથી ગ્રાહકોને જે છૂટક દૂધ વેચવામાં આવે છે એમાં ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ થતી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતોનુસાર દૂધસાગર ડેરીની 1300 જેટલી દૂધ મંડળીઓમાંથી મોટાભાગની દૂધ મંડળીઓમાં છૂટક દૂધ ગ્રાહકોને વેચવામાં આવતું હોય છે. જોકે વેચવામાં આવતું દૂધ 10 ફેટ નું હોતું નથી, પરંતુ એ દૂધને10 ફેટ ના ભાવે ગ્રાહકોને વેચવામાં આવે છે. જે દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેને પણ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં કબૂલ્યું હતું.

સામાન્ય રીતે જોઈએ તો દૂધ મંડળીના સંચાલકો ખાસ કરીને મધ્યમ એટલે કે છ કે સાત ફેટ નું  દૂધ હોય તેને એક પાત્રમાં એકઠું કરતા હોય છે. અને પછી એ દૂધ છૂટક દૂધ ખરીદનારાઓને આપવામાં આવતું હોય છે. જોકે છૂટક દૂધ ખરીદનારાઓ પાસેથી આ દૂધનો ભાવ 10 ફેટ લેખે વસૂલ કરવામાં આવતો હોય છે. ત્યારે ગ્રાહકો સાથે ખરેખર આ ઉઘાડી લૂંટ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. બીજો એક સવાલ એ પણ થાય છે કે છૂટક દૂધના આ વેપાર માથી જે નફો થાય એ શું ખરેખર દૂધ ભરાવનાર ગ્રાહકોને મળતો હશે ખરો? એમાં પણ ક્યાંક ને ક્યાંક દૂધ ભરાવનાર તેમજ ખરીદનાર ગ્રાહકોને અન્યાય થતો હોય છે.

આ અંગે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્રારા મહેસાણા દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન મોઘજીભાઈ સાથે વાતચીત કરતા વાઇસ ચેરમેને જણાવ્યું હતું કે અમે કેટલાક દૂધ મંડળીના સંચાલકોને ગેરરીતિ આચરતા પણ પકડ્યા છે અને તેમને દંડ પણ ફટકાર્યો છે. ડેરી ટૂંક સમયમાં દૂધ ખરીદનારાઓને માટે એક અલગ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે જેથી દૂધ મંડળીના સંચાલકોનો આ ખેલ હવે લાંબા સમય સુધી ચાલી શકશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં મહેસાણા દૂધ સાગર ડેરી છ હજારથી વધુ લોકોને એક પ્રોજેક્ટ દ્વારા રોજગારીનું નિર્માણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here