ભાજપમાં રહીને ભાજપનો વિરોધ કરનાર રેશ્મા પટેલ સામે શિસ્તભંગના પગલાં ભરતા ભાજ્પ કેમ ડરે છે? જાણો

0
76

મોર્નિંગ ન્યુઝ ફોક્સ(સુના સો ચુના) : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપના મહિલા નેતા રેશમા પટેલ કોઈના કોઈ બહાને ભાજપની સરકાર પર આકરા પ્રહારો કરવાનું ચુકતા નથી. થોડાક સમય પહેલા રેશમા પટેલે એક હોટલમાં જમવા બેઠા ત્યારે વિકાસ ગાડો થયો છે ના સ્ટીકર વાળો એક ફોટો શેર કર્યો હતો. આ ઉપરાંત વાઈબ્રન્ટ સમિટમાં પણ પોસ્ટમાંથી નીતિન પટેલનું નામ ગાયબ થવાને લઈને રેશમા પટેલે રૂપાણી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

તો વળી ગઈકાલે નીતિન પટેલના પુત્રના રિસેપ્શનમાં હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હોવાનો ફોટો પણ રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. કેટલાક સમય અગાઉ રેશમા પટેલ પાટીદાર આંદોલનમાં શહીદ થયેલ પરિવારોને નોકરી માટે સરકાર પાસે માંગ કરી હતી પરંતુ સરકારે તેમની વાતને ધ્યાને નહીં લેતા છેવટે તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે ભાજપનો ખેસ પહેરી ને પસ્તાવો થયો છે. આમ સતત રેશ્મા પટેલ ભાજપનો વિરોધ કરે છે પણ ભાજપ હજુ સુધી તેમની સામે કહેવાતા શિસ્તના પગલાં કેમ ભરી શકતું નથી એ એક ચર્ચાનો વિષય બન્યો છે.

અવાર નવાર શિસ્ત બધ્ધ પાર્ટી ની વાતો કરનાર ભાજપ ની એવી તે શી મજબૂરી છે કે ભાજપમાં રહીને પણ શિસ્ત ની પરવા કર્યા વિના ભાજપની કેટલીક નીતિઓ સામે ખુલ્લેઆમ પ્રહારો કરનાર રેશમા પટેલ ની સામે પગલાં ભરવામાં ગુજરાત ભાજપ કેમ પાછું પડે છે? એ પણ એક ચર્ચાસ્પદ બાબત બની છે. જોકે ભૂતકાળમાં પક્ષમાં રહીને પક્ષ સામે અવાજ ઉઠાવનારાઓને પાર્ટીમાંથી બરતરફ કરાયાના કિસ્સા છે તો પછી રેશ્મા પટેલ સામે ભાજપ કેમ છે ચૂપ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here