ભાજપમાં નવી આશા જમાવનાર આશાબેન મહેસાણામાંથી કોંગ્રેસના કાંકરા ખેરવવા લાગ્યાં

0
98

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : છેલ્લા કેટલાક સમયથી નીતિન પટેલના મહેસાણાની રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો છે. આશાબેન પટેલે કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કરતા મહેસાણાની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો જોકે પાટણમાં ભાજપના ક્લસ્ટર સંમેલનમાં આશાબેન ની સાથે ૧૫ જેટલા નગરપાલિકાના કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાયા હતા. આશાબેન ના કોંગ્રેસ છોડવાની સાથે જ કોંગ્રેસમાં અંદરોઅંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી જે સપાટી પર આવી જતા આજે ઊંઝા તાલુકા પંચાયતમાં અને મહેસાણા જિલ્લા પંચાયતમાં પણ હવે બળવો થતા ભાજપને માટે સત્તા હાંસલ કરવા નું મેદાન મળ્યું છે આમ આશાબેન ભાજપ માટે શુકનિયાળ સાબિત થઈ રહ્યા છે

કારણકે આશાબેન ના કોંગ્રેસ છોડવાની સાથે જ કોંગ્રેસના કાકા ફરવા લાગ્યા છે તેમજ અસંતોષ સપાટી પર આવવા લાગ્યો છે કોંગ્રેસનો અંદરોઅંદરના અસંતોષ નો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકે છે અને ઊંઝા અને મહેસાણા માંથી કોંગ્રેસ પાસેથી ભાજપ સત્તા છીનવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ મોદીના માદરે વતન અને નીતિનભાઈના હોમગ્રાઉન્ડમાં ભાજપની સ્થિતિ બદલાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આશાબેન પટેલના કૉંગ્રેસ માંથી રાજીનામા બાદ કોંગ્રેસને ઊંઝામાં વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ શાસિત ઉંઝા તાલુકા પંચાયતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ ભરતજી રાજપૂત અને ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકા પંચાયતના કુલ 18 સભ્યોમાંથી 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. જેમાં કોંગ્રેસના 7 સભ્યો અપક્ષના 4 અને ભાજપના 1 સભ્યનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 13 સભ્યો છે. જેમાંથી સાત સભ્યોએ તેમના જ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. જેથી આવનારા દિવસોમાં તાલુકા પંચાયત ભાજપના હાથમાં આવી શકે છે.

આ ઉપરાંત મહેસાણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ આવ્યો છે. અને ભાજપ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લે તેવા એંધાણ વર્તાયા છે. મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપના ટેકાથી અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ ભાજપના 8 સભ્યો સાથે કોંગ્રેસના 22 સભ્યોમાંથી બળવો કરનારા 13 સભ્યો જોડાતાં બહુમતીના જોરે પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. આ 21 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત આપી છે. જેને પગલે કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બે જૂથ પડી ગયા છે. ત્યારે હવે બીજુ જૂથ ભાજપના ટેકાથી પ્રમખ અને ઉપપ્રમુખ નક્કી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here