પાંચ રાજ્યોની હાર પાછળ RSS ની નિષ્ક્રિયતા કે પછી PM મોદી સામે નારાજગી?

0
191

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક(સુના સો ચુના): તાજેતરમાં આવેલ પાંચ રાજ્યોના પરિણામો એ  દેશની રાજનીતિમાં ભૂકંપ મચાવી દીધો છે,કારણ કે ભાજ્પ ની આવી કારમી હાર થશે એનો કદાચ કોઈને સ્વપ્નેય ખ્યાલ ન હતો.રાજસ્થાન અને MP માં ભાજ્પ હાર્યું એ તો ઠીક પણ છત્તીસગઢમાં ભાજ્પની હાર જોઇ જીત મેળવનાર કૉંગ્રેસ પણ ખુદ અચંબામાં પડી જાય એમાં કોઈ નવાઈ નથી.રાજસ્થાનમાં તો દર 5 વર્ષે સરકાર બદલાય છે,પણ છત્તીસગઢ અને MP માં ભાજપની જીત ની આશા ઠગારી નીવડી છે,ત્યારે સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે ભાજપની હાર પાછળ જવાબદાર કોણ?

સ્થાનિક નેતાગીરી ઉપરાંત રાષ્ટ્રીય નેતાગીરી ના નિર્ણયો જવાબદાર કે પછી ભાજ્પ ની મહત્વની પાંખ ગણાતા RSS ની નિષ્ક્રિયતા ? જો કે ભાજ્પ ની જીતમાં જો કોઈનો સૌથી મહત્વનો ફાળો હોય તો એ છે RSS. આ જ RSS ના સહારે ભાજપે કેન્દ્ર સુધી સત્તા મેળવી છે ત્યારે કેન્દ્રમાં સત્તા મેળવ્યા બાદ PM મોદી રામ મંદીર બનાવવાનું વચન પુર્ણ ન કરી શક્યા તેં ની ટિપ્પણી ઘણી વાર આડકતરી રીતે RSS ના મોહન ભાગવત પણ કરી ચૂક્યા છે.રામ મંદીર મુદ્દે ભાજ્પ અને RSS વચ્ચે ક્યાંક ગજગ્રાહ હોય એવું ચર્ચાઈ રહ્યુ છે.

ત્યારે રામ મંદીર મુદ્દે ભાજ્પ થી RSS ક્યાંક નારાજ તો નથી ને ? રામ મંદીર મુદ્દે નારાજ RSS ની નિષ્ક્રિયતા ને કારણે તો ભાજપે 5 રાજ્યોમાં હાર નો સામનો નથી કરવો પડ્યો ને? અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં RSS એ ઍક બે વાર કૉંગ્રેસ ને પણ ખુલ્લું સમર્થન આપ્યું હોવાનું મનાય છે ત્યારે 2019 પહેલાં RSS એ માર્ગે છે ? ઍક મહત્વની બાબત નોંધનીય છે કે ભૂતકાળમાં રાજીવ ગાંધીએ રામ મંદિરના તાળા ખોલાવ્યાનું પણ રાજ નીતિના જાણકારો બતાવી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here