જસદણની ચૂંટણી બાદ રૂપાણી સરકાર અને સંગઠનને લઇ PM મોદી લઇ શકે છે મોટો નિર્ણય, કોનું પત્તુ કપાશે?

0
330

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક(સુના સો ચુના) : તાજેતરમાં આવેલા પાંચ રાજ્યના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભાજપની કારમી હાર થઈ છે ત્યારે આ ભાજપની હાર માટે છેલ્લા ઘણા સમયથી બદનામ થઈ રહેલું ગુજરાત મોડેલ પણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા ગુજરાત મા પરપ્રાંતીઓ પરના હુમલાની ઘટના બની હતી જેના પડઘા અન્ય રાજ્યોમાં પણ પડ્યા હતા. જેને લઇને પણ ભાજપને ઘણું મોટું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે તો બીજીબાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પીએમ મોદી મેગા શો કરવા માગતા હતા અને સમગ્ર દેશને એક સંદેશ આપવા માગતા હતા પરંતુ રૂપાણી સરકારની નિષ્ફળતાને કારણે આ મેગા શો મીની શો મા ફેરવાઇ ગયો હતો.

ગુજરાતમાં રૂપાણી સરકાર સામે છેલ્લા ઘણા સમયથી પ્રજામાં તેમજ વિવિધ સંગઠનોમાં,સમાજોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે સરકારના મહત્વના નિર્ણયો થી પ્રજા સંતુષ્ટ નથી. એમાંય ખાસ કરીને ખેડૂતોમાં રૂપાણી સરકારના શાસનમાં ઉગ્ર રોષ છે તો બીજી બાજુ પાટીદાર અનામત આંદોલનની અસર પણ ભાજપ માટે સામો પવન સાબિત થઇ છે. એટલું જ નહીં રૂપાણી સરકાર પાસે કાર્યક્ષમ વહીવટનો અનુભવ ઓછો પડી રહ્યો છે જેને લીધે તેમણે સંપૂર્ણ આધાર અધિકારીઓ પર રાખવો પડે છે તો ક્યાંક ને ક્યાંક સરકાર અને સંગઠનમાં જ રૂપાણી સરકાર પ્રત્યે છુપો રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વળી ૧૪ વર્ષમાં મોદી એ જે ગુજરાત મોડલને વિકસાવ્યું હતું જે શાંતિ અને સલામતી માટે પ્રખ્યાત હતું એ ગુજરાત મોડેલ અનેક બાબતે બદનામ થઈ ચૂક્યું છે. જેને લીધે મોદીની છબી ખૂબ જ ખરડાઈ છે. ત્યારે હવે 2019માં લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાંથી ભાજપને નુકશાન થવાની ભીતિ છે કારણ કે કૉંગ્રેસ મજબૂત બની રહી છે,ત્યારે મોદી સરકાર રિસ્ક લેવા માગતી નથી જેને લઇને 2019 પહેલા મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ નું સ્થાન બદલવામાં આવે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે. જસદણની વિધાનસભાની પેટા ચૂંટણી બાદ આ કવાયત હાથ ધરાશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here