ગુજરાતના ક્યા બે નેતાઓએ ભાજ્પ- કૉંગ્રેસના દિલ્હી હાઈ કમાન્ડ નું ટેન્શન વધારી દીધું છે ?

0
210

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : મહેસાણા એ ગુજરાતની રાજનીતિનું એપિસેન્ટર રહ્યું છે. રાજ્ય થી લઇને રાષ્ટ્ર સુધી મહેસાણાની રાજનીતિ છવાયેલી છે. જોકે હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહેસાણા જિલ્લાના જ છે ત્યારે એકવાર પુનઃ મહેસાણા ની રાજનીતિએ ગુજરાતના રાજકારણ ને હચ મચાવી નાખ્યું છે.જેને લઇ ભાજ્પ અને કૉંગ્રેસ નું ટેન્શન દિવસે દિવસે વધતું જાય છે.ગુજરાતની રાજનીતિ માં એકવાર પુનઃ ઊંઝા APMC  એ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે.

ઊંઝા ના ધારા સભ્ય ડો.આશાબેન પટેલે તાજેતરમાં કૉંગ્રેસ માંથી રાજીનામું આપી દેતા એવી અટકળો શરૂ થઈ ગઇ કે હવે આશાબેન ભાજપમાં જોડાશે.એટલું જ નહીં આશાબેનએ ભાજપમાં જોડાવા માટે ઊંઝા APMC માં દિનેશ પટેલ ને ચેરમેન બનાવવાની શરત મૂકી હોવાનું મનાય છે,ત્યારે બીજી બાજુ જો આશાબેન ભાજપમાં જોડાય તો વર્ષો થી દબદબો ધરાવતાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકા ના રાજકીય અસ્તિત્વ માટે ખતરો પેદા થઈ શકે છે.

કારણ કે એશિયા ના સૌથી મોટા APMC માર્કેટમાં અનેક વર્ષ સુધી નારણ કાકા અને હાલ તેમનાં પૂત્ર ગૌરાંગ પટેલ જે ચેરમેન છે , તેમને એ પદ પણ ગુમાવવા નો વારો આવી શકે છે.તેથી આશાબેન પટેલ ભાજપમાં ના જોડાય તેં માટે નારણ કાકા છેક દિલ્હી સુધી જઇ આવ્યાં પણ ‘ ડેલીએ હાથ દઇ આવવા ‘ વાળી કહેવત યથાર્થ થઈ. છેવટે તેમણે ગુજરાતના નેતાઓ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો પણ એમાંય સફળતા ના મળતાં એવી ચીમકી આપી કે જો આશાબેન પટેલ ભાજપમાં જોડાશે તો પક્ષમાં બળવો થશે.આમ આવી સ્પષ્ટ ચીમકી આપી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે ત્યારે ભાજ્પ ની હાલત પણ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે.

તો બીજી બાજુ કૉંગ્રેસમાં પણ આશાબેન ના રાજીનામાં થી ભારે સુનામી આવી છે.આ રાજીનામા ના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા છે.જો કે રાહુલ ગાંધી એ પોતાના ગુજરાત પ્રવાસનું સ્થળ બદલવું પડ્યું કારણ કે રાજીનામાં બાદ મહેસાણા કૉંગ્રેસમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતી છે.આશાબેન બાદ કૉંગ્રેસ નાં બીજા ઍક બહુચરાજી ના ધારા સભ્ય ભરતજી ઠાકોરે પણ સંગઠન સામે નારાજગી વ્યકત કરી છે.આમ કૉંગ્રેસ ની હાલત ઍક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ છે.

આમ ગુજરાતના રાજકારણ મા ઊંઝા ભાજ્પ-કૉંગ્રેસ ના બે નેતાઓ એ ખળ ભળાટ મચાવી દીધો છે.હવે આગામી સમય માં ભાજ્પ કૉંગ્રેસ બંન્ને માં બળવો થવાની પૂરી શક્યતાઓ છે.એમાંય લોકસભા પહેલા ઊંઝા APMC ની ચૂંટણી ગુજરાતના રાજકીય સમીકરણો બદલી નાખશે.એટલું જ નહીં હવે હાર્દિક પટેલ અને રેશ્મા પટેલે પણ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે.જો હાર્દિક અને રેશ્મા પટેલ ચૂંટણી લડશે તો 26 બેઠકો જીતવા નો દાવો કરતી ભાજ્પ ને ભારે નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here