ગાંધીના ગુજરાતમાં રૂપાણી સરકારે દારૂ બંધી ના કાયદાને મજાક બનાવ્યો

0
133

મો.ન્યુ.ફો.નેટવર્ક (સુના સો ચુના) : સમય પૂર્વે રૂપાણી સરકારે દારૂબંધીને લઇ કડક કાયદો બનાવવાની વાતો કરીને વાહવાહી મેળવી હતી અને મોટા મોટા હોર્ડિંગ્સ લગાવીને દારૂબંધીનો કાયદાનો પોલો પ્રચાર કર્યો હતો,પણ હકીકત તો એ છે કે આજે પણ ગુજરાતમાં એટલો જ દારૂ મળે છે જેટલો કાયદો બનાવ્યા પહેલા મળતો હતો.જેનો ઍક પુરાવો તાજેતરમાં મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટ માંથી પકડાયેલો દારૂ છે.CM રૂપાણી અને Dy. CM નીતિન પટેલના ગઢમાં કેટલાય વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય છે,તો બીજી બાજુ દારૂબંધીના કાયદા ના નામે ગુજરાતમાં રૂપાણી સરકાર ગાંધી ની મજાક ઉડાવી રહી છે.

એટલું જ નહીં ગુજરાતના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે.સ્થાનિક પોલીસની મિલી ભગત ને કારણે કેટલાંક લુખ્ખા તત્વો છાકટા બનીને દારૂ પી ને જાહેરમાં ફરતા હોય છે.એટલું જ નહીં ઘણીવાર સરકારી બસો અને ખાનગી ટ્રાવેલ્સોમા પણ દારૂ પીધેલી હાલતમાં લુખ્ખા તત્વો બિન્દાસ્ત મુસાફરી કરે છે.આવા તત્વો ને પોલીસનો કોઈ જ ડર હોતો નથી. એટલું ઓછું હોય તેમ કેટલાંક ઠેકાણે તો ખાનગી ટ્રાવેલ્સોમા કેટલાંક તત્વો દારૂની મહેફિલ માણે છે યા તો દારૂ ની હેરાફેરી કરે છે.

પણ હજુ સુધી કોઈ બસ કે ખાનગી ટ્રાવેલ્સ નું ચેકિંગ કરી તેમાંથી દારૂ પીધેલા કે દારૂની હેરા ફેરી કરનારાઓને પોલીસે ઝડપ્યાં હોય એવા કિસ્સા જૂજ હશે. મહેસાણા જીલ્લાના કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે,પણ પોલીસ ની આખો આગળ વિટામિન M ની પટ્ટી હોવાથી આવા તત્વો ખુલ્લેઆમ વટ થી દારૂ વેચે છે.ઊંઝા તાલુકાના કેટલાંક ગામડાઓમાં ગ્રામ્ય સ્તરે ફરિયાદો ઉઠી છે,પણ સાંભળવા વાળું કોઈ નથી. ત્યારે સવાલ એ થાય છે કે જે કાયદાઓ નું સરકાર પાલન જ નથી કરાવી શકતી એ કાયદા બનાવી તેનો યશ ખાટતી સરકારની માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની ગણાય ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here