કૉંગ્રેસ સંગઠનમાં પાટીદારો ની અવગણના : બે પાટીદાર નેતાઓ એ કૉંગ્રેસ છોડવી પડી

0
150

મો.ન્યુ.ફો.નેટવર્ક (સુના સો ચુના) : ઊંઝા કોંગ્રેસના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતાં કૉંગ્રેસમાં હવે ભારે કકળાટ શરૂ થયો છે.કૉંગ્રેસના ગાબડાંઓને પરેશ ધાનાણી માંડ માંડ પૂરે ત્યાં સંગઠનના નેતાઓ થી નારાજ કાર્યકરો બળવો શરૂ કરે છે. જો કે મહેસાણા સંગઠનમાં કીર્તિસિંહ સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે.તો બીજી બાજુ મહેસાણા સંગઠનમાં પાટીદારો ને અન્યાય થઈ રહ્યો હોવાનું પણ બહાર આવ્યુ છે,જેને કારણે અગાઉ જીવા પટેલ જેવા દિગજજ નેતા કૉંગ્રેસ છોડી ગયા,તો તાજેતરમાં આશાબેન પટેલે પણ છેવટે થાકી, કંટાળી રાજીનામું આપી દીધું.

તો બીજી બાજુ કૉંગ્રેસ ના કેટલાંક કાર્યકરો એ આપેલી માહીતી મુજબ, ભરતસિંહ સોલંકી ના ખાસ ગણાતા કીર્તિસિંહ ઝાલા પર એવા પણ આક્ષેપ થઈ રહ્યાં છે કે ઊંઝા માં કીર્તિ સિંહે ભાજ્પ ના ઍક જૂથ ને મંડળીઓ બનાવવા માં મદદ કરી જ્યારે કૉંગ્રેસ ના આશાબેન ની રજૂઆતો ને સતત અવગણી હતી.જો કે મહેસાણા સીટી બસના ટેન્ડર માં પણ કૉંગ્રેસ ભ્રષ્ટાચાર કરવા ઇચ્છતી કૉંગ્રેસ ની ઍક ટૂકડી ના મનસૂબા પર કૉંગ્રેસ ના જ નેતાઓ એ પાણી ફેરવી નાખ્યું હતુ.કીર્તિ સિંહ ઝાલા વ્યવસાયે વકીલ છે,પણ કોર્ટમાં નહિવત અને રાજકારણમાં વધારે સક્રિય રહેતાં હોવાનું મહેસાણા કૉંગ્રેસ ના કેટલાંક કાર્યકરો જણાવે છે.એટલું જ નહીં ટિકિટ વહેંચણી માં પણ ગોલમાલ કરી નાણાં ઉઘરાવવા માં આવ્યાં હોવાના કીર્તિ સિંહ સામે આક્ષેપો છે.જીવા પટેલ, અલકા બેન, રાયકા અને છેલ્લે આશાબેન ઉપરાંત કૉંગ્રેસના મહેસાણાના,ઊંઝા, વડનગરના મોટા ભાગના કૉંગ્રેસ કાર્યકરો કીર્તિ સિંહ થી નારાજ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લો એ ગુજરાતની અને દેશ ની રાજનીતિ નું ઍપી સેન્ટર મનાય છે.હાલમાં વડા પ્રધાન પણ મહેસાણા જીલ્લા ના જ છે.એટલું જ નહીં ગુજરાત ની રાજનીતિમાં જ્યારે ઉથલ પાથલ થઈ ત્યારે મહેસાણા ઍપી સેન્ટર રહ્યુ છે.પાટીદાર આંદોલન નું ઍપી સેન્ટર પણ મહેસાણા છે.જેનાથી કૉંગ્રેસ ગુજરાતમાં જીવંત બની છે.પણ હવે કૉંગ્રેસમાં મહેસાણા ના સંગઠનમાં જ પાટીદારો ને સાઈડ લાઈન કરવાનાં કારસા રચાઈ રહ્યાં છે ત્યારે પાટીદારો નું ઍક જૂથ નારાજ હોવાનું પણ મનાય છે.પાટીદાર નેતાઓ ના કૉંગ્રેસ છોડવા પાછળ નું મુખ્ય કારણ કૉંગ્રેસ દ્રારા પાટીદારો ની થતી અવગણના છે.જે કૉંગ્રેસ ને હજુ પણ આગામી સમયમાં ભારે પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here