કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આતંકવાદી આદિલ અહમદ દાર સાથેની વાયરલ થઇ તસ્વીર, જાણો શુ છે તસ્વીરનું સત્ય

0
64

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 40થી વધારે સૈનિકો ને લઈને સમગ્ર દેશમાં આતંકવાદ પ્રત્યે ભારે રોષ પ્રગટી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની આતંકવાદી આદિલ અહમદ દાર સાથેની તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે ત્યારે આ તસવીરોને લઇને સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઈ છે જેની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેવું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સોશિયલ મીડિયામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આતંકવાદી આદિલ અહમદ દાર સાથેની આ તસવીર કોઈ દરગાહ પરની તસવીર છે. જેમાં રાહુલ ગાંધી આતંકવાદી સાથે નજરે પડે છે પણ ખરેખર આ તસવીર એ ટેક્નોલોજીની કારીગરીથી બનાવવામાં આવેલી છે. હકીકતમાં આ તસવીર ઉત્તર પ્રદેશના બારાબંકીમાં 28 ફેબ્રુઆરી 2014 ના રોજ રાહુલ ગાંધી દરગાહ પર ગયા હતા ત્યારની છે.જ્યા રાહુલ ગાંધી સાથે આતંકવાદી નહીં પણ કૉંગ્રેસ નેતા જીતિન પ્રસાદ છે.પણ ટેક્નોલોજી ના ઉપયોગ થી આ તસ્વીર બનાવેલી છે.

આમ આ તસ્વીર ખોટી સાબીત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here