કૉંગ્રેસમાં પક્ષ અને સંગઠનના નામે પૈસા લઇ હોદ્દાઓની વહેંચણી કરનાર કીર્તિસિંહને પદભ્રષ્ટ કરતાં કોણ અટકાવી રહ્યુ છે?

0
106

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના): ઊંઝા ના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના રાજીનામાં નું ઠીકરૂ કીર્તિસિંહ ઝાલા પર ફોડાતા મહેસાણા કૉંગ્રેસમાં કીર્તિ સિંહ સામે ભારે રોષ હોવાનું બહાર આવ્યુ છે.કારણ કે કીર્તિ સિંહ દ્રારા સંગઠન ના નામે અનેક હોદેદારો પાસેથી ઉ ઘ રા ણા કરવામાં આવ્યાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે.ત્યારે મહેસાણા કૉંગ્રેસ ના કેટલાંક કાર્યકરો એ રોષ પ્રગટ કરતા જણાવ્યું છે કે કીર્તિ સિંહ ને તમામ હોદ્દાઓ પરથી દૂર કરી દેવો જોઈએ.

સમય અગાઉ કીર્તિ સિંહ સામે ખોટી રીતે ફંડીંગ પડાવવા ની જીલ્લા પંચાયતના તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પ્રહલાદ પટેલ દ્રારા દિલ્હી સુધી રજૂઆતો કરાઈ હતી.પણ દિલ્હીમાં બેઠેલા નેતાઓ અહેમદ પટેલે આ બાબતે કોઈ પણ એક્શન લીધી ન હતી.કારણ કે કીર્તિ સિંહ ની પાછળ ભરતસિંહ ના ચાર હાથ છે.આજે અમિત ચાવડા પક્ષ પ્રમુખ હોવાં છતા પણ પાછલા બારણે વહીવટ તો ભરતસિંહ જ કરતા હોવાનું ચર્ચાય છે.

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ને મળેલી એક્સકલુસીવ માહીતી મુજબ,સમગ્ર ઘટનાની હકીકત એ છે કે કીર્તિ સિંહે મહેસાણા જીલ્લા પંચાયતના તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પ્રહલાદ પટેલ પાસેથી સંગઠન ના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા. પરંતું પરહલાદભાઈ ના સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દા નો કારભાર ઍક વર્ષ પછી પાછો ખેંચી લઈ હર્ષદભાઇ પટેલ ને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન બનાવાયા હતાં,ત્યારે એમા પણ જીવાભાઈ પટેલ ની જાણ માં રૂપિયા નો વહીવટ થયો હતો. આમ હોદ્દાઓ આપવા માટે પક્ષ અને સંગઠન ના નામે કીર્તિ સિંહ દ્રારા પૈસા ખંખેરી લેવાની વૃત્તિ ને કારણે જીવાભાઈ પટેલ અને આશાબેન પટેલે પણ કૉંગ્રેસ છોડી હોવાનું મનાઈ રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here