ઊંઝા તાલુકા વિકાસ અધિકારીએ જગાન્નાથપુરાના મહિલા સરપંચને નોટિસ ફટકારતા ખળભળાટ

0
46

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામે ડેરી ની સામે આવેલા બસ સ્ટેન્ડમાં અજાણ્યા વ્યક્તિએ ભંગારનો સામાન મૂકીને સમગ્ર બસ સ્ટેન્ડ ને બાનમાં લીધું હતું ત્યારે આ સમગ્ર ઘટના ગામના સરપંચ ની જાણ માં બની હતી જેના સમાચારો અખબારમાં પ્રસિદ્ધ થતા ઊંઝા તાલુકા વિકાસ અધિકારી એ સરપંચ ને કાયદેસરની નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે

પ્રાપ્ત વિગતો અનુસાર અખબારની આવૃત્તિમાં છપાયેલાં અહેવાલો મુજબ ઊંઝા તાલુકાના જગનાથપુરા ગામે ગામમાં દૂધ ડેરી ની સામે આવેલા બસ સ્ટેન્ડ ને કોઈ અજાણ્યા શખ્સે વાસણ ભંડાર નું ગોડાઉન બનાવી દીધું હતું ત્યારે ગામના સરપંચ દ્વારા જગ્યાના ઉપયોગ બદલ મંદિરમાં પૈસા આપવાનું કહેવામાં આવશે તો પણ હું પાવતી વિના પૈસા આપીશ નહિ એવું અજાણ્યા શખ્સે જણાવ્યું હોવાનું મીડિયામાં પ્રસિદ્ધ થયું છે ત્યારે અનેક તર્કવિતર્ક ખડા થયા છે

જોકે અહેવાલ છપાયા ની જાણ થતાં જ ઊંઝા ના તાલુકા વિકાસ અધિકારી એ સરપંચ ને નોટિસ આપીને સમગ્ર ઘટનાનો ખુલાસો માગ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે ગ્રામ પંચાયત દ્વારા આ ઘટનાને લઇને શો ખુલાસો કરવામાં આવે છે. આમ અજાણ્યા વ્યક્તિ ને સરકારી જગ્યા ના ઉપયોગ ની પરવાનગી હાલ તો ગ્રામ પંચાયત ને ભારે પડે ઍમ લાગી રહ્યુ છે.જો કે તાલુકા વિકાસ અધિકારી ના આ કડક વલણ થી અન્ય વ્યક્તિ ને સરકારી જગ્યા બિન અધિકૃત રીતે ઉપયોગ કરવાની પરવાનગી આપનાર અન્ય ગ્રામ પંચાયતો મા પણ ફફડાટ વ્યાપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here