આતંકવાદી હુમલામાં થયેલ 40 સૈનિકોના મોત પાછળ ગૃહમંત્રાલયની નિષ્ક્રિયતા કેટલી જવાબદાર ? જાણો હકીકત

0
96

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના) : જમ્મુ કાશ્મીરના પુલવામાં સૈનિકો ઉપર થયેલા આતંકવાદી હુમલાને કારણે 40 જેટલા સૈનિકો એ જીવ ગુમાવવો પડ્યો છે જેને લઇને સમગ્ર દેશમાં પાકિસ્તાનને આતંકવાદ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આતંકવાદી ને હુમલો કરવા માટેનો જે ચાન્સ મળ્યો તે માટે ક્યાંક ને ક્યાંક મોદી સરકારનું ગૃહ મંત્રાલય પણ નિષ્ક્રિય રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો CRPF ના જવાનોને પણ વિમાની માર્ગે શ્રીનગર પહોંચાડવાની મંજૂરી ગૃહ મંત્રાલયે સમયસર આપી દીધી હોત તો સૈનિકોને જમીનમાર્ગે શ્રીનગર જવું ન પડત અને કદાચ આતંકવાદી પોતાની પ્રવૃત્તિને અંજામ ન આપી શક્યો હોત.

પ્રાપ્ત વિગતો અનુસાર કાશ્મીરમાં તહેનાત અર્ધ સૈનિક દળોને આવવા-જવા માટે એક જાન્યુઆરી 2018ના રોજ દિલ્હી-શ્રીનગર વિમાની સેવા શરૂ કરાઇ હતી. પરંતુ 31 જુલાઇ 2018ના રોજ તેને બંધ કરી દેવાઇ. આશ્ચર્યની વાત એ છે કે એક જાન્યુઆરીથી વિમાની સેવા શરૂ કરવાના આદેશનો પત્ર 11 એપ્રિલે જારી કરાયો હતો. સૂત્રો મુજબ અર્ધ સૈનિક દળોના જવાનો માટે ફરી વિમાની સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ ચાર મહિનાથી ગૃહમંત્રાલયમાં અટકેલો તેને નાણાકીય કારણોથી મંજૂરી મળી નથી.

જમ્મુથી શ્રીનગર જતા સમયે રોડ ઓપનિંગ અને સુરક્ષા અંગેનો ખર્ચ પણ ઓછો નથી. 4 ફેબ્રુઆરીથી હિમવર્ષાના કારણે જમ્મુમાં ફસાયેલા સીઆરપીએફના જવાનોને પણ વિમાની માર્ગે શ્રીનગર પહોંચાડવાની મંજૂરી માગવામાં આવી હતી. સીઆરપીએફના અધિકારીઆેએ આ પ્રસ્તાવ ગૃહમંત્રાલયને મોકલ્યો છે. પરંતુ કોઇ જવાબ ન આવતા 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફનો કાફલો સવારે 3.30 વાગે જમ્મુથી શ્રીનગર માટે રવાના થયો હતો. બપોરે 3.13 કલાકે અાતંકી હુમલો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here