અલ્પેશ કથીરિયાને PASS નો નવો નેતા જાહેર કર્યા બાદ હાર્દિક પટેલ છે નારાજ ? જાણો ચોંકાવનારી હકીકત

0
1126

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : અલ્પેશ કથીરિયા ની જેલમુક્તિ બાદ હાર્દિક પટેલે અલ્પેશ કથીરિયા ને પાસ નેતા જાહેર કરતા ખળભળાટ મચી ગયો હતો અને તરેહની ચર્ચાઓ શરૂ થઈ હતી.ત્યારે ખાસ કરીને લોકોને એ જાણવામાં રસ હતો કે શું ખરેખર હાર્દિકે પોતાની ઇચ્છાથી અલ્પેશને નવો ચહેરો જાહેર કર્યો છે કે પછી કોઈના દબાણથી ? ત્યારે આ અંગે હાર્દિક પટેલ નો whatsapp માં જોતા કંઈક અલગ જાણવા મળ્યું હતું.

હાર્દિકે whatsapp સ્ટેટસ માં આજે એક કલાક પહેલા જ અપલોડ કરીને લખ્યું છે કે, ” હું દરેક વખતે ત્યાં જ હારી જાઉં છું જ્યાં અમે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય ” હાર્દિકના આ શબ્દો ગૂઢ છે જેની પાછળ એક તર્ક એવો પણ નીકાળવામાં આવી રહ્યો છે કે કદાચ હાર્દિકે પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ કોઈના કહેવાથી કે કોઇના દબાણમાં આવી અને આવી જાહેરાત કરવી પડી હોઈ શકે છે?

અત્રે ઉલ્લેખનીય છે કે પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલાય સમયથી રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ હતો ત્યારે રવિવારે તેની જાણ થતા એની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી સુરત થી કાગવડ થી લઈને ઉમિયાધામ સુધી જનાર છે હાર્દિક પટેલ પોતે જોડાયો હતો અને તેને સુરતના વરાછામાં આવેલા મિનિ બજાર ખાતે અલ્પેશ કથીરિયા દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હાર્દિકે આ મહત્વની જાહેરાત કરી હતી જેને લઇને સૌ ચોંકી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here