….અને તત્કાલીન CM મોદીના પત્ની જશોદાબેન બોલ્યા, “એ દેશ સેવા કરે છે અને હુ બાળ સેવા કરૂ છું”

0
96

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક (જશવંત પટેલ) : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તેનીવાડા ગામે સરકારી સંસ્થામાં હુ માનદ વેતન થી નોકરી કરતો હતો. ગામમાં પંચરંગી વસતિ છતાં પ્રેમ ભાવ સૌથી સારો હતો. જોકે એમ પણ બનાસકાંઠા જિલ્લાને હજુ આપણી શહેરોની સંસ્કૃતિ નો રંગ લાગ્યો નથી.એ વખતે મારે મારા ગામ થી તેનીવાડા સુધી પહોંચવા માટે વાયા સિદ્ધપુર થઈ ને જવાનું હતુ.હુ સિદ્ધપુર સુધી બસ માં જતો અને ત્યાંથી કોઈવાર બસ માં તો કોઈ વાર ખાનગી જીપો માં મારે જવું પડતું હતુ.મને 900 રૂપિયા પગાર મળતો પણ એકંદરે સંતોષ હતો.

મારી માનદ નોકરી ચાલુ હતી ત્યાં થોડા વર્ષ બાદ મારા ગામ ના ઍક વાલ્મિકી સમાજના મારા મિત્ર બળવંત ને મારી બાજુ ના ગામ રજોસણામાં શિક્ષક ની નોકરી મળી હતી.જો કે હુ ને બળવંત પ્રાયમરી થી સાથે જ ભણતા.હવે બળવંત અને હુ ઘણીવાર સાથે જતા.એનું સ્ટેશન મારા પછી આવતું. તેનીવાડા પછી રજોસણા અને છાપી આવતું.જતા આવતાં અમે બન્ને ઘણી વાર સાથે બસમાં હોતા ત્યારે ઔપચારિક વાતો થતી રહેતી.

એકવાર હુ તેનીવાડા થી બસમાં બેઠો બસ હતી ડીસા- ચંડાલજ. આ ચંડાલજ નું નામ હાલ ચંદ્રાવતી છે. બસમાં મે જોયું તો બળવંત છેલ્લી સીટ માં બેઠો હતો.એની બાજુમાં ઍક બેન બેઠા હતાં.પણ બસ ભરેલી હોવાથી હુ દરવાજે જ ઉભો રહ્યો.સિદ્ધપુર આવતાં બસ અડધી ખાલી થાઈ એટલે બળવંત પાસે જગ્યા થતા હુ એ સીટ પર ગયો.ત્યાં બળવંતે મને કહ્યુ કે આ જશોદાબેન છે આપણા CM સાહેબ નરેન્દ્ર ભાઈના પત્ની.

જશોદાબેન પણ રજોસણા ગામ ની પ્રાથમિક શાળા માં જ નોકરી કરતાં હતાં,જયાં મારો મિત્ર બળવંત પણ નોકરી કરતો હતો. મારા પત્રકારત્વ ના સ્વભાવે મને અધીરો બનાવી દીધો એટ્લે મે જશોદા બેન સાથે વાતચીત શરૂ કરતા પુછ્યું કે બહેન આપ શિક્ષિકા અને નરેન્દ્ર ભાઇ CM તો…. ત્યાં જ જશોદા બેને મારો સવાલ પૂરો થાય એ પહેલા જ બોલી ઉઠયા કે, ‘ ભાઇ એ દેશ સેવા કરે છે અને હુ બાળ સેવા કરુ છું.’ જશોદા બેન નો આ જવાબ સાંભળી મને ગર્વ થયો કે આ જ તો એમનું સાચું સમર્પણ છે.ખરેખર નરેન્દ્ર ભાઇ ની સફળતા પાછળ માતા હિરબા ઉપરાંત જશોદા બેન ના આ સમર્પણ ભાવ ને નજર અંદાજ કરી શકાય નહીં….જશોદા બેન નો પણ નરેન્દ્રભાઈ ની સફળતા પાછળ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ ફાળો રહેલો કહેવાય એ વાત નકારી શકાય નહીં.

પછી થોડીક વાત કરી ત્યાં જ ખળી ચાર રસ્તા બસ સ્ટેન્ડ ઉપર બસ થોભી ગઇ અને હુ અને બળવંત ઉતરવા ઉભા થયાં,કારણ કે ત્યાંથી અમારે બીજી ગામ જવા ની બસ પકડવાની હતી.પણ ઘરે પહોંચ્યા ત્યાં સુધી રસ્તા માં મે બળવંત પાસે થી જશોદા બેન વિશે થોડી માહીતી મેળવી.જો કે મને એવું પણ જાણવા મળ્યું કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્ય મંત્રી બન્યા ત્યારે જશોદા બેને મીઠાઈ પણ વહેંચી હતી.જશોદાબેન મને ઍક નિખાલસ વ્યક્તિ લાગ્યાં હતાં.જે સ્વભાવે ખૂબ સરળ અને નિર્દોષ છે.તેમને રાજનીતિ સાથે કાંઇ જ લેવા દેવા ત્યારે પણ ન હતુ અને કદાચ આજે પણ નથી, ત્યારે રાજનીતિ માં ઘણીવાર નરેન્દ્ર મોદી ની ટીકા કરવા તેમનાં માતા હીરા બા, કે પત્ની જશોદા બેન ના નામનો ઉપયોગ કરનારા તેમની ખુદ ની હલકી માનસિકતા પ્રગટ કરી ખુદ ટીકા પાત્ર બને છે.કારણ કે આજ સુધી PM મોદી ના પરિવારે કદી પણ નરેન્દ્ર ભાઇ ના નામે જશ ખાટ્યો હોય એવો ઍક પણ કિસ્સો બન્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here