અક્ષય કુમારને સંગ, સુરતીઓમાં જોવા મળ્યો દેશભક્તિનો રંગ :શહીદો માટે ઍક કલાકમાં આપ્યો 5 કરોડનો ફાળો

0
520

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : સુરતમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરવા અને શહીદ પરિવારોની મદદ માટે ફંડ એક્ઠું કરવાના હેતુ સાથે “એક શામ શહીદો કે નામ – ભારત કે વીર” કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સૈનીકોનુ મનોબળ વધારનાર બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારની સાથે CM રૂપાણી પણ હાજર રહયા હતાં. આ કાર્યક્રમમાં અંદાજે 5 કરોડ રૂપિયા જેટલું ફંડ એક્ઠું થયું હતું.

અક્ષય કુમારે કહ્યુ ગુજરાત સાથે મારો 1990 થી નાતો છે.

સુરતમાં વનિતા વિશ્રામ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આશરે 25 હજારથી વધારે સુરતીઓ માત્ર અક્ષય કુમારની ઍક ઝલક મેળવવા માટે બેબાકળા બન્યાં.હતાં.અક્ષય કુમારે સ્ટેજ પરથી પોતાનો ગુજરાત સાથે ખૂબ જૂનો નાતો હોવાનું જણાવ્યું હતુ.અક્ષયે કહ્યુ કે મારી સાસુ અને પત્ની બન્ને ગુજરાતી છે.વળી જ્યારે મારો પહેલી ફિલ્મ સોંગધ અન્ય રાજ્યોમાં ફ્લોપ ગઇ હતી પણ ગુજરાતમાં હિટ ગઇ હતી.આમ 1990 થી મારો ગુજરાત સાથે સંબંધ છે.વધુમાં અક્ષય કુમારે શહિદોને યાદ કરતા કહ્યું કે, જવાન જ્યારે 24 કલાક સરહદ પર ઊભો રહીને આપણી સુરક્ષા કરે છે ત્યારે તેના પરિવારની પડખે ઊભા રહેવાની આપણી ફરજ છે. સેના માટે યોજાયેલા આ કાર્યક્રમથી દરેક જવાનને હૂંફ મળશે. શહીદોના પરિવાર માટે કરીએ તેટલું ઓછુ છે. એ આપણી ફરજ છે.

CM રૂપાણી ‘ જોશ ‘ માં આવી હિન્દી- ગુજરાતીમાં શાયરાના અંદાજમાં બોલવા લાગ્યા.

આ ઉપરાંત આટલી બધી જનમેદની જોઇ CM રૂપાણી પણ ‘જોશ’ માં આવી ગયા હતાં અને ક્યાંક ગુજરાતી તો ક્યાંક હિન્દીમાં શાયરાના અંદાજમાં ભાષણ કરવા લાગ્યા હતાં.CM રૂપાણી એ PM મોદીએ બતાવેલા શૌર્યના વખાણ કરતાં કહ્યું કે, દેશની માંગ હતી કે પુલવામાનો બદલો લેવામાં આવે. મોદીએ એ કરી બતાવ્યું. મોદી હૈ તો મુમકીન હૈ. એટલે જ સરકારે માત્ર 48 કલાકમાં પાઈલટ પાછો આવે એવું દબાણ ઊભું કર્યું હતું. શહીદોના પરિવારની પડખે ઉભું રહેવું આપણી જવાબદારી છે. ભારત સામે જોવાની દ્રષ્ટિ હવે બદલાઈ છે, હવે કોઈ પણ ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિમ્મત નહીં કરે.

અક્ષયના ચાહકો નો ધસારો સ્ટેજ સુધી, પોલીસ ની કામગીરી પ્રશંસનીય રહી.

આ કાર્યક્રમની શરૂઆતમાં દેશભક્તિ ગીતોએ લોકોનો જુસ્સો વધાર્યો હતો આ કાર્યક્રમમાં દેશ ભક્તિ આધારિત વિવિધ ડાન્સિંગ અને સિંગિંગ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ પુલવામાના શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. લોકો અક્ષય કુમારના ફોટો પાડવા સ્ટેજની બેરીકેટ સુધી પહોંચી જતા હતા. જ્યા પોલીસે લોકોને હટાવવા મહેનત કરવી પડી હતી.આમ પણ સમગ્ર કાર્યક્રમ માં પોલીસની કામગીરી ખૂબજ સરાહનીય રહી હતી. અક્ષયકુમારનો ફોટો પાડવા માટે લોકોએ પડાપડી બોલાવી હતી. આ કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત નૃત્યની રજૂઆત પણ કરાઇ હતી. કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી કિશોર કાનાણી, સંસદ C. R. Patil, MLA હર્ષ સંઘવી, દર્શના જરદૌશ, ભાજ્પ શહેર પ્રમુખ નીતિન ભજયાવાલા, મેયર જગદીશ પટેલ,તેમજ ધારા સભ્યો, કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here